
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયત તથા ત્રણેય તાલુકા પંચાયતમાં ભાજપાનું સુશાસન ચાલી રહ્યુ છે.ડાંગ જિલ્લાનાં નવરચિત સુબિર તાલુકા પંચાયતમાં 100થી વધુ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ 100 જેટલા ગામડાઓનો સહિયારો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સુબિર ખાતે તાલુકા પંચાયત ભવનનું પણ નિર્માણ કરાયુ છે.અહી રોજે રોજ મોટી સંખ્યામાં લોકો વિવિધ કામગીરી લઈને આવે છે.પરંતુ સુબિર તાલુકા પંચાયત ભવનમાં તાલુકા વિકાસ અધિકારીની ઓફીસનાં દરવાજા પાસે ટી.ડી.ઓનું કોઈ સૂચક બોર્ડ ન મારવામાં આવતા આમ જનતા દ્વિધામાં મુકાઈ ગઈ છે.અહી આમ જનતાને તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બર ક્યાં છે અને આ મહાશય અધિકારી ક્યાં બેસે છે તે કોઈ ખબર નથી.સુબિર તાલુકા પંચાયતનાં ગિન્નાયેલા તાલુકા વિકાસ અધિકારી પૂનમ ડામોરની ઓફીસનાં દરવાજે હંમેશા તાળુ જ જોવા મળે છે.સુબિર તાલુકાનાં ગામડાઓના કામ કાજ અર્થે આવેલ લોકો સૂચક બોર્ડ ન હોવાનાં પગલે કામ કર્યા વગર વીલા મોઢે પરત ફરે છે.કેટલાય મહિનાઓ વીતી જવા છતાંય બેદરકાર સુબિર તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા ટી.ડી.ઓનું સૂચક બોર્ડ ન મારી બેદરકારી છતી કરતા છેવાડેનાં ગામડાઓની ગરીબ પ્રજાનો વિકાસ છેવાડે જ રહી જવા પામ્યો છે.દેશ અને રાજ્યમાં ભાજપનું સુશાસન ચાલી રહ્યુ છે.અને રાજ્ય સરકાર છેવાડેનાં ગામડાઓમાં સુવિધાઓનાં નામે વિકાસ થયો હોવાનું બણગા ફૂંકી રહી છે.પરંતુ છેવાડેનાં ડાંગ જિલ્લામાં આવેલ સુબિર તાલુકા પંચાયતમાં જ્યારથી તાલુકા વિકાસ અધિકારી તરીકે પૂનમબેન ડામોરે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી સુબિર તાલુકા પંચાયતનો વિકાસ ધુંધળો બન્યો છે.જેથી બેદરકાર સુબિર તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ અધિકારી ઓફીસનાં બારણે સૂચક બોર્ડ મારી પ્રજાહિતનાં કામો તરફ ધ્યાન આપે તેવી લોકમાંગ ઉઠી છે..