
તા.૨૮ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ રૂરલ એલ.સી.બી એ જેતપુરનાં ખીરસરા રોડ, ભોજાધાર વિસ્તાર માં પરસોત્તમ પ્રિન્ટ નામના કારખાનાની ઓરડીમાંથી જુગાર રમતા 15 ઇસમોને 12 મોબાઈલ સાથે કુલ 85,350ના મુદામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ જેતપુરનાં ખીરસરા રોડ, ભોજાધાર વિસ્તાર માં પરસોત્તમ પ્રિન્ટ નામના કારખાનાની ઓરડીમાં ચાલતા જુગારધામમાં રાજકોટ રૂરલ એલ.સી.બી.ના PI વી.વી.ઓડેદરા, PSI ડી.જી.બડવા, એચ.સી.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ડાંગર, દિવ્યેશભાઈ સુવા સહિતના ખાનગી બાતમીના આધારે રેઇડ કરી હતી. જેમાં જુગાર રમતા 15 જુગારીઓ પવન ગૌતમ, પ્રશાંત કોપલી, શુભમ ચમાર, જીતુ ચમાર, રાજવીર ચમાર, દશરથ ચૌહાન, રાકેશ ચૌહાન, જવાહર ચૌહાન, ગંગારામ ચૌહાન, અમિત કહેરિયા, વિકાસ ચૌહાન, રોહિત ચમાર, ગીરાની ચૌહાન, મીતલેશ ચૌહાન, રઘુવીર ચૌહાન સહિતનાને 12 મોબાઈલ, રોકડ રકમ 25,350 સાથે કુલ 85,350ના મુદામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.








