
આસીફ શેખ લુણાવાડા
Lunavada. 22 વર્ષીય યુવતીને પડોશી જમાઈ આપશબ્દ બોલી ધમકી આપતા હોવાથી મહીસાગર 181 ટીમ મદદે પહોચી.

મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના ગામની 22 વર્ષીય યુવતીએ 181 પર ફોન કરી જણાવેલ કે પડોશીના જમાઈ એ મારા ભાઈના 7000 રૂપિયા કાઢી લીધા છે તો અમે વાત કરી તો પડોશીના જમાઈ ઘરે આવી અપ શબ્દો તથા ગાળો બોલી મારવાની ધમકી આપે છે આથી મદદની જરૂર છે. ડ્યુટી પર હાજર 181 ટીમ ઘટના સ્થળ પર પહોંચી યુવતીનું કાઉન્સેલિંગ કર્યું તો જાણવા મળ્યું કે યુવતીના કાકાના જમાઈએ યુવતીના ભાઈને બહારગામ થી ઘરે આવતા ગાડી પર બેસાડ્યા તથા યુવતીના ભાઈને દારૂ પીવડાવ્યો અને ખિસ્સામાંથી સાત હજાર રૂપિયા કાઢી લીધા એમ જણાવતા બાદમાં પડોશી જમાઈને ખબર પડી કે મે પૈસા કાઢી લીધા છે તેવી વાત થાય છે તો તેમણે સાસરીમાં આવી યુવતી તથા તેમના માતા પિતા સાથે ઝઘડો કરી ગાળામાં ગાળી કરી મારવાની ધમકી આપી તથા અપમાન જનક શબ્દો બોલ્યા હતા યુવતીના ભાઈ ઘરે હાજર ન હતા યુવતીની કાકા ની દીકરીએ પણ 181 વાનની મદદ માગી આથી બંને યુવતી તથા પડોશી જમાઈ સાથે વાતચીત કરી બંને યુવતીઓને જાણકારી આપી પોલીસ સ્ટેશન અરજી અપાવી









