
તા.૧૨/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
નિગમના ૭૫ કર્મચારીઓની નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરાઈ
Rajkot: રાજકોટ સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે પ્લેક્સસ મેડીકેર હોસ્પિટલના સહયોગથી એસ.ટી.નિગમના કર્મચારીઓની વિનામુલ્યે આરોગ્ય તપાસ કરાઈ હતી. આ કેમ્પમાં નિગમના ડ્રાઈવર્સ, કન્ડક્ટર અને વહીવટી સ્ટાફ સહીત કુલ ૭૫ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

મેડીકેર હોસ્પિટલના ડોકટરો દ્વારા વિડીયોગ્રાફીના માધ્યમથી ‘વ્યસન મુક્તિ’ વિષય પર સેમિનારનું આયોજન કરાયું હતુ. નિગમના કર્મચારીઓએ ભવિષ્યમાં વ્યસન ન કરવાના સંકલ્પ લીધા હતા. આ કેમ્પમાં નિગમનો સમગ્ર સ્ટાફ, હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]








