
રાજપીપલા પોલીસ મથકમાં નોંધાયેલ વાહન ચોરીના ગુના હેઠળ નાસતા ફરતા આરોપીને એલસીબીએ દબોચી લીધો
રાજપીપળા: જુનેદ ખત્રી
નર્મદા જીલ્લાના પો.સ્ટે.માં દાખલ થયેલ ગુનાના કામના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરવાની જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓએ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને ખાનગી બાતમીદાર તેમજ વોચ આધારે ઝડપી પાડવાની સુચના અન્વયે બાતમીદારથી બાતમી મળેલ કે રાજપીપલા પો.સ્ટે. માં વાહન ચોરીના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી દેવભુમી દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના પારવડા ગામની સીમ વિસ્તાર ખાતે હોવાની બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને મોકલી નાસતો ફરતો આરોપી દિનેશ રેવલા યંગડ જાતે ભીલાલા રહે. સુમન્યાવાડ તા. કઠીવાડા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) નાને દેવભુમી દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના પારવડા ગામની સીમમાંથી ઝડપી પાડી આરોપીને હસ્તગત કરી આગળની વધુ તપાસ અર્થે રાજપીપલા પો.સ્ટે.ને સોંપવામાં આવ્યો






