
રાજુલા શહેરમાં ટ્રક ડ્રાઇવરો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા શહેરમાં આજે રાજુલાના ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સરકાર દ્વારા એક નવો કાયદો અમલમાં આવતા આ બાબતે આ ડ્રાઇવરો દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવેલો આજે 100 જેટલા ડ્રાઈવરોએ એકત્રિત થઈને રાજુલાના ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવેલું અને ત્યાર બાદ ડ્રાઇવરો સોમનાથ ભાવનગર હાઇવે પર સ્વેચ્છિક રીતે પોતાના ટ્રકો ઉભા રાખી દેવાનો નિર્ણય કરવા માં આવેલ આજે આ ટ્રકો રોડ ઉપર ઉભા રાખી દેવાના નિર્ણય કરવામાં આવેલ હોય ત્યારે આ ઘટનાની જાણ રાજુલા પોલીસને થતા કોઈપણ અનિચ્છય બનાવ ન બને તે માટે રાજુલા પોલીસ ભાવનગર સોમનાથ હાઈવે પર દોડી આવેલી અને કોઈપણ જાતની ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવેલી
જોકે પોલીસ આવ્યા બાદ તમામ ટ્રક ડ્રાઇવરો એ પોલીસને ખાતરી આપેલી કે કોઈપણ જાતના બનાવો નહીં બનવા દઈએ અમારી માંગણી સરકાર સામે છે અને સરકાર સાથે જ અમે આ બાબતે ઝુંબેશ ચલાવી રહ્યા છીએ ત્યારે અમો સ્વૈચ્છિક રીતે અમારું પોતાનું વાહન રોડ ઉપર ઊભું રાખવા માંગીએ છીએ છે ત્યારે પોલીસે તમામને સમજાવીને તમામ ટ્રકોને ફરીથી રોડ ઉપર ચાલતા કરી દેવામાં આવેલા









