GUJARATLUNAWADAMAHISAGAR

મહિસાગર જિલ્લામાં “મહિલા અને બાળ આરોગ્ય દિવસ”ની ઉજવણી કરાઇ

આસીફ શેખ લુણાવાડા

મહિસાગર જિલ્લામાં “મહિલા અને બાળ આરોગ્ય દિવસ”ની ઉજવણી કરાઇ

પી. એન. પંડ્યા કોલેજ થી કલેક્ટર કચેરીએ કમ્પાઉન્ડ સુધી “ફીટ ઇન્ડિયા થીમ પર બાઈસિકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું

નારી વંદન ઉત્સવની ઉજવણી અંતર્ગત તારીખ ૧ થી ૭ ઑગસ્ટ દરમિયાન વિવિધ મહિલાલક્ષી દિવસોની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવના અંતિમ દિવસે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

મહીસાગર જિલ્લામાં નારી વંદન સપ્તાહ ની ઉજવણી અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે પી. એન. પંડ્યા કોલેજ થી કલેક્ટર કચેરીએ કમ્પાઉન્ડ સુધી “ફીટ ઇન્ડિયા થીમ પર બાઈસિકલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.

આ રેલીમાં બેટી બચાવો બેટી પઢાવો થીમ આધારિત પોસ્ટર સાથે મોટી સંખ્યામાં દીકરીઓ અને મહિલા પોલીસ કર્મચારીઓ જોડાયેલ હતા. રેલીના સમાપન સ્થળે તમામ વિધાર્થીનીઓને રેલીમાં જોડાવવા બદલ પ્રમાણપત્ર આપી સંન્માનિત કરવામાં આવેલ હતા. તેમજ સૌએ મહીલા અને બાળ કલ્યાણને રજુ કરતો નાટક કાર્યક્રમ નિહાળ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button