કૃષિ મહાવિદ્યાલય, થરાદ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ વ્યાખ્યાન અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ.

વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર બનાસકાંઠા
કૃષિ મહાવિદ્યાલય, થરાદ ખાતે તા. ૧૦/૦૨/૨૦૨૩ ના રોજ જીલ્લા તમાકું નિયંત્રણ સેલ, બનાસકાંઠા અને તાલુકા આરોગ્ય કચેરી, થરાદ ના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કૃષિ મહાવિદ્યાલયના કુલ ૧૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. આ કાર્યક્રમમાં કૃષિ મહાવિદ્યાલય થરાદના આચાર્યશ્રી ડૉ. આર. એલ. મીના, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. એચ. વી. જેપાલ, જીલ્લા તમાકું નિયત્રંણ સોશિયલ વર્કર શ્રી. અનીલભાઈ રાવળ, સાયકોલોજી કાઉન્સીલર શ્રી. નાંદોલીયા, એમ.પી.એચ.એસ (ભાચર), એમ.પી.એચ. ડબ્લ્યુ (ડોડગામ) તથા કોલેજના સ્ટાફગણ તેમજ ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહેલ. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્યશ્રી ડૉ. આર. એલ. મીના દ્વારા આવેલ મહેમાનો, કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપેલ. ત્યારબાદ વિદ્યાર્થીઓની તમાકુ નિયંત્રણ વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી. જેમાં નિર્ણાયક તરીકે ડૉ. પી.સી. પ્રધાન, શ્રી.મુકેશભાઈ ચૌધરી, શ્રી. હિતેશભાઈ ઓડેદરા દ્વારા મુલ્યાંકન કરી પ્રભાવશાળી વકત્વય આપવા બદલ પ્રથમ નંબરે માલવિયા પ્રેરક, બીજા નંબરે પટેલ જય અને ત્રીજા નંબરે પટેલ જયદીપની પસંદગી કરવામાં આવેલ. જેઓને પ્રોત્સાહન રૂપે ઈનામ આપવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના મદદનીશ પ્રાધ્યાપક શ્રી. ભાવેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવેલ.