જંગલ અધિકાર કાયદો 2006 અને આદિવાસી નેતા તેમજ ધારાસભ્ય ચૈત્રર ભાઈ વસાવા વિરુદ્ધ દાખલ થયેલ ફરિયાદ ને લઈને..
એકતા નગર કેવડીયા
રિપોર્ટ અનિશ ખાન બલુચી
ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ તાલુકા પંચાયતના કોંગ્રેસ પાર્ટીના વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તડવીની આગેવાનીમાં જંગલ અધિકાર કાયદો 2006 અને આદિવાસી નેતા તેમજ ધારાસભ્ય ચૈત્રર ભાઈ વસાવા વિરુદ્ધ દાખલ થયેલ ફરિયાદ ને લઈને આજે મામલતદારને આવેદનપત્ર પત્ર આપી પોતાનો વિરોધ દર્શાવ્યો.

તાલુકાના કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો તેમજ જંગલની જમીન ખેડતા ખેડૂતો આજે મોટી સંખ્યામાં કોયારી ચાર રસ્તાથી સૂત્રો ચાર સાથે મામલતદાર કચેરી આવી પહોંચ્યા હતા.
ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ પાર્ટીના વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તડવી તાલુકા પ્રમુખ શૈલેષભાઈ તડવી ગુજરાત પ્રદેશ આદિવાસી સેલ ના ઉપપ્રમુખ રણજીતભાઈ દિનેશભાઈ તડવી જિલ્લા મહામંત્રી વીરલભાઈ પટેલ ની આગેવાનીમાં આજે ગરુડેશ્વર મામલતદાર કચેરીએ જંગલ અધિકાર કાયદો 2006 મુજબ જંગલમાં જમીન ખેડતા આદિવાસીઓને હક અપાવવા તેમજ સુરક્ષિત રાખવા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ગરુડેશ્વર તાલુકામાં 52 જેટલા ગામોની બે હજાર નવસોને ત્રણ ( 2903 ) જેટલા ખેડૂતોની જંગલની જમીન હક દાવાની અરજીઓ પેન્ડિંગ છે.

જંગલ અધિકાર કાયદા 2006 મુજબ જંગલમાં જમીન ખેડતા આદિવાસીઓને હક આપવા તેમજ હક્કો સુરક્ષિત રાખવા માટે તાત્કાલિન ભારતના વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંગના નેતૃત્વવાળી કોંગ્રેસની યુપીએ સરકારે કાયદો બનાવ્યો જે અમલ કરવામાં ભાજપ રાજ્ય ગુજરાત સરકારે વિલંબ કર્યો અને સંપૂર્ણ અમલ કરવામાં વિલંબ કર્યો આજે પણ ખેડૂતો જમીન ખેડતા હોવા છતાં માલિકના હક્કો આપવામાં આવ્યા નથી.
અવિશ્વાસનું વાતાવરણ તો ત્યારે ઊભું થયું કે રેડીયાપાડા તાલુકાના ગામે સ્થાનિક ખેડૂતને આપેલી શરતને નજર અંદાજ કરી કપાસનો ઉભો પાક જંગલ ખાતા દ્વારા નાશ કરવામાં આવ્યો અને નીતિ નિયમોને નેવે મૂકી સ્થાનિક ફોરેસ્ટ અધિકારીઓ આપ ખુદશાહી વલણ ગરીબ આદિવાસીઓ સાથે રાખી રહ્યા છે જંગલ ખાતા ના અધિકારીઓ દ્વારા સ્થાનિક આદિવાસીઓને ડરાવવા ધમકાવવાના અનેક કિસ્સાઓ આદિવાસી વિસ્તારમાં બનતા રહ્યા છે જેની સામે અવાજ ઉઠાવનાર રાજકીય અને આદિવાસી નેતા ધારાસભ્ય ચૈત્રર ભાઈ વસાવા વિરુદ્ધ ખોટા કેસો કરી દેવા. જેના વિરુદ્ધમાં અને જંગલ અધિકાર કાયદા 2006 મુજબ જે ખેડૂતો જમીન ખેડી રહ્યા છે તેને માલિકી હક અપાવવા તેમજ પેન્ડિંગ દાવાઓને મંજુર કરાવવા માટે કોંગ્રેસના તમામ કાર્યકરો આદિવાસી સમાજની પડખે ઊભા છીએ આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારની અંદર પૈસા એક લાગુ હોવા છતાં જેની અમલવારી થતી નથી જેથી આદિવાસી સમાજને અન્યાય થઈ રહ્યો છે ભાજપ સરકાર દ્વારા આદિવાસી સમાજના આર્થિક ઉત્થાન માટે પોતાના પરિવારની આ જીવિકા ઉભી કરવાને બદલે સરકાર આદિવાસી જમીન મહેસાણા બને અને તેઓનું શોષણ થાય એ દિશામાં ખોટી નીતિ આધારિત પગલાં ભરી હોવાની ગંભીર બાબતો બની રહી છે.









