BANASKANTHADEESA

ભીલડી આરતી પેટ્રોલ પંપ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખુબજ અનિવાર્ય બની ગયું છે

વાતાવરણમાં પ્રદુષણની માત્રામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતી સર્જાતાં હાલમાં ચિંતાનો વિષય બન્યો છે. આવા સંજોગોમાં દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખુબજ અનિવાર્ય બની ગયું છે. વધુમાં ભીલડી ભાજપ મંડળના ઉપપ્રમુખ નરેશવન ગૌસ્વામી જણાવ્યું વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે જરૂરી છે.વૃક્ષોના જતનથી વૃક્ષારોપણનું જે ઉમદા કાર્ય છે જે હેતુને સિદ્ધ કરવા માટે વર્તમાન સમયમાં દરેક નાગરિક વૃક્ષારોપણ કરી ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરે તો પણ હરિત ક્રાંતિ સર્જાઈ શકે છે. જે ઉદ્દેશ્ય સાથે આજે ડીસા તાલુકાના ભીલડી આરતી પેટ્રોલિયમ મુકામે વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભીલડી પી.એસ.આઇ એ.કે. દેસાઈ ભીલડી ભાજપ મંડળના ઉપપ્રમુખ નરેશવન ગૌસ્વામી, તાલુકા પંચાયત ડેલીગેટ રાજુભાઈ રાજગોર,વેપારી મંડળ પ્રમુખ નટુભાઈ ઠક્કર,ભાજપના કાર્યકર અમૃતભાઈ સોની,આરતી પેટ્રોલ પંપ ના મેનેજર પરેશભાઈ ગૌસ્વામી, દીપકભાઈ ઠાકોર તથા પોલીસ સ્ટાફ, પેટ્રોલ પંપ નો સ્ટાફ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું..

અહેવાલ ભરત ઠાકોર ભીલડી

[wptube id="1252022"]
Back to top button