GUJARATLUNAWADAMAHISAGAR

પીએમશ્રી બ્રાન્ચ શાળા નં. ૫,લુણાવાડામા ૭૫મા પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. 

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

પીએમશ્રી બ્રાન્ચ શાળા નં. ૫,લુણાવાડામા ૭૫મા પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.

પીએમશ્રી બ્રાન્ચ શાળા નં. ૫,લુણાવાડામા  દિકરીની સલામ દેશને નામ તેના અનુસંધાનમાં આ શાળાની ભુતપૂર્વ તેજસ્વી વિદ્યાર્થિની ડૉ. નુસયબા કે શેખ (બી. ડી.એસ.)ના હસ્તે ધ્વજ ફરકાવવામા આવ્યો અને વયોવૃદ્ધ નિવૃત્ત શિક્ષક હાજી એમ.એ.શીગનલીવાલાએ પ્રસંગને અનુરૂપ વાત કરી હતી.શાળામા સાંસ્કૃતિક કાર્યક્રમ અને વાલી સંમેલન યોજાયું.જેમા હાજી સાદીકભાઈએ ધ્વજ ફરકાવનાર ડૉ.નુસયબાને 500 રૂપિયા અને કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને 1000 રૂપિયા, એસ.એમ.સી.અધ્યક્ષ સુહેલભાઈ તરફથી ૧૧૧૧ રૂપિયા,ડૉ.નુસયબા તરફથી ૧૦૦૦ રૂપિયા,એસ.એમ.સી.ના અન્ય સભ્યો તથા વાલીગણ,હેડટીચર હારીશભાઈ તથા સી.આર.સી.મોહસીનભાઈ તેમજ શાળાના શિક્ષકો તરફથી ઈનામો આપવામાં આવ્યા હતા.આ સાથે પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદ પામેલ આ.શિ.રિયાઝભાઈ દાવલ અને મતદારયાદીની કામગીરીમાં બેસ્ટ સુપરવાઇઝર તરીકે પસંદગી પામેલા હારીશભાઈને એસ. એમ.સી.અધ્યક્ષે પુરસ્કાર પણ આપ્યું હતું. આ પ્રસંગે સી.આર.સી.મોહસીનભાઈએ વાલીઓ ને શિક્ષણ અને બાળકોને અનુરૂપ વાતો કરી હતી તથા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની માહિતી આપી તે કાર્યક્રમ નિહાળવા અનુરોધ કર્યો હતો.સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય હારીશભાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો. કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફગણે જીવ રેડી નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખલીલભાઈ શેખ દ્વારા કરવામાં આવ્યું.વાલીગણ અને એસ.એમ.સી.ના તમામ સભ્યોને શાળા પરિવારવતિ આભાર માનવામાં આવ્યો.

[wptube id="1252022"]
Back to top button