MULISURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લાના ગામોમા વાવાઝોડા સાથે વરસાદ પડતા ખેડૂતોને ઉનાળુ પાકમાં મોટું નુકસાન

ખેતીવાડી અધિકારી દ્વારા હજું સુધી કોઈ સર્વે કામગીરી ચાલુ ન કરાતા ખેડૂતોમાં રોષની લાગણી

તા.19/05/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ખેતીવાડી અધિકારી દ્વારા હજું સુધી કોઈ સર્વે કામગીરી ચાલુ ન કરાતા ખેડૂતોમાં રોષની લાગણી

સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકામાં ગત ૧૩-૧૫ તારીખના વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા ખેડૂતોને બાગાયત અને ઉનાળુ પાકમાં મોટું નુકસાન વેઠવાની નોબત આવી છે ત્યારે તાત્કાલિક ધોરણે સર્વે કરવા માટે મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજુઆત કરવામાં આવી હતી ત્યારે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે તુરંત જ સર્વે કામગીરી ચાલુ કરવામાં આવશે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં આજદિન સુધી કોઈ કાર્યવાહી સર્વે માટે કરવામાં આવી નથી ઉનાળુ પાક તલ, બાજરી, જુવાર સહિતના પાકોમાં મોટું નુકસાન છે ત્યારે બાગાયતમાં સરગવા, દાડમ, લીંબુ, જામફળ, કેરીના પાકોમાં મોટું નુકસાન જોવા મળેલ છે ત્યારે ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો સમય આવેલ છે પરંતુ સરકાર દ્વારા આજદિન સુધી કોઈ સર્વે કામગીરી ચાલુ કરવામાં આવેલ નથી આ અગાઉ પણ વાવાઝોડા કમોસમી વરસાદનું કોઈ સર્વે કામગીરી કરવામાં આવી નહોતી અને છેલ્લા ચાર વર્ષથી ખેડૂતોને નુકસાન સહાય એકપણ રૂપિયા છેલ્લા ચાર વર્ષથી કોઈ ચુકવણી કરવામાં આવી નથી ફકત ઓફિસ પર જનરલ સર્વે કરી રીપોર્ટ ફકત દશ ટકા નુકસાન બતાવી ફાઈલ કરી દેવામાં આવે છે ત્યારે એજ સિસ્ટમથી આ વખતે તંત્ર કામગીરી કરી રહેલ હોય ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠ્યો છે ત્યારે કીશાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઇ કરપડાએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોને ફક્ત લોલીપોપ જ આપી રહી છે ફકત સર્વેની વાતો કરવામાં આવે છે પરંતુ જમીની સ્તર ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આવી રીતે છેલ્લા ચાર વર્ષથી ખેડૂતોને આ સરકાર સહાયના નામે ઠેંગો બતાવે છે તે દૂખનિય બાબત છે સરલાના ખેડૂત ગણપતભાઈ પટેલએ જણાવ્યું હતું કે કોઈ ખેડૂતોના ખેતર સુધી સર્વે કરવામાં આવતું જ નથી કૃષિમંત્રી રાઘવજીભાઈ ફક્ત મિડીયા સમક્ષ મોટી મોટી સહાયની સર્વેની વાતો કરે છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે આ સરકાર ખેડૂતો વિરોધી માનસિકતા ધરાવે છે સાથે સાથે તેઓની મુખ્યમંત્રી કીશાન સહાય યોજના અંતર્ગત એક રૂપીયા પણ છેલ્લા ચાર વર્ષથી એક ખેડૂતને પણ સહાય મળી નથી તો આવા રૂપકડા નામોની યોજનાઓ ખેડૂતોને છેતરામણી સાબિત થ‌ઈ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button