શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા યોજાનાર સમુહલગ્નોત્સવની પત્રિકા આપી સન્માન કરાયું

20 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા યોજાનાર સમુહલગ્નોત્સવની પત્રિકા આપી સન્માન કરાયું. નટવરભાઈ પ્રજાપતિ ના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી પાટણની પાવન ભુમીમાં શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા સંવત ૨૦૭૯ ના વૈશાખ સુદ-૧૦ ને રવિવાર તા.30 એપ્રિલ ના રોજ યોજાનાર ૧૯ માં સમુહલગ્નોત્સવની કંકોત્રી શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના પ્રમુખ રમેશભાઈ એન.પ્રજાપતિ મંત્રી દશરથભાઈ જી.ગુર્જર, સમૂહ લગ્ન કન્વીનર ઉમેશભાઈ વી. પ્રજાપતિ ના સંકલનથી બ.કાં. જિલ્લા ભાજપ મહામંત્રી શ્રેયાંશભાઈ પ્રજાપતિને કંકોત્રી આપી ઉમેશભાઈ પ્રજાપતિ, કાંકરેજ તાલુકા પ્રેસરિપોર્ટર નટુભાઈ પ્રજાપતિએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.ત્યારે શ્રેયાંશભાઈ પ્રજાપતિએ શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળના તમામ સભ્યો તેમજ પ્રજાપતિ સામનો આભાર માન્યો હતો.








