
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

મહીસાગર 181 અભયમ ટીમના કાઉન્સિલર સુતરીયા હેતલબેન તથા 108 ના ઇ.એમ.ઇ દુષ્યંત સર, 108 ટીમ, ડી .આર. જે. કે પટેલ સર, ખિલખિલાટ ટીમ, મહિલા અને બાળ વિકાસના જેન્ડર સ્પેશિયાલિસ્ટ દીપિકા બેન તથા દિનેશભાઈ અને કોટેજ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કોટેજ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. પર્યાવરણની જાળવણીમાં વૃક્ષો ખૂબ જ અગત્યના છે.
જેને જાળવણી અને જતન કરવાની ફરજ સમજી સૌ સાથે મળી અલગ અલગ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા.
[wptube id="1252022"]









