
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
હાજી જી. યુ. પટેલ હાઈસ્કૂલ, લુણાવાડા.શાળામાં રમતોત્સવ યોજાયો

શાળામાં ધો.9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે તા.16,17 જાન્યુઆરી એમ બે દિવસ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
સતત અભ્યાસ પછી વિદ્યાર્થીઓ તણાવ મુક્ત બને અને તેઓમાં એકગ્રતા, ધ્યાન, ખેલદિલી, જૂથ કાર્ય, નિર્ણય શક્તિ, સ્ફૂર્તિ, મદદની ભાવના વગેરે વિકસે તે માટે રમતોત્સવ રાખવામાં આવ્યો હતો. રમતોત્સવ માટે શરૂઆતથી જ વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહમાં હતા. બહેનો માટે શાળાના મેદાનમાં અને ભાઈઓ માટે અન્ય મેદાનમાં આયોજન કરવામાં આવ્યું હતું. ભાઈઓ અને બહેનો માટે લીંબુ ચમચી, ખો ખો, ક્રિકેટ, દૌડ, લોટફૂંક, કબડ્ડી, સ્લો સાઇકલ, સંગીત ખુરશી વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રમતોત્સવનું સફળ આયોજન શાળા શિક્ષક જનાબ આર. કે. શેખ દ્વારા કરવામાં આવ્યું હતું અને શાળાના તમામ શિક્ષકમિત્રોએ તેને સફળ બનાવવા ખૂબ મહેનત કરી હતી. એકંદરે બે દિવસીય રમતોત્સવ ખૂબ જ સફળ અને વિદ્યાર્થીઓને આનંદ ઉલ્લાસ આપનાર રહ્યો હતો









