
આસીફ શેખ લુણાવાડા
મદની પ્રાથમિક શાળા, લુણાવાડામાં “ભારતની ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી”

તા.23.08.2023 ને બુધવારનાં રોજ સાંજે ૬:૨૭ કલાકે ભારતના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના બની હતી. ભારતે અંતરિક્ષ ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવી સમગ્ર વિશ્વમાં પોતાનું નામ રોશન કર્યું છે. ચંદ્રયાન – 3 સફળાપૂર્વક ચંદ્રની ધરતી પર ઉતરાણ કરી અનન્ય સફળતા મેળવીને વિશ્વ ફલક પર પોતાની વૈજ્ઞાનિક શક્તિનો ડંકો વગાડ્યો છે.
આ ઘટનાથી સમગ્ર ભારતના નાગરિકો ગૌરવ અનુભવે છે અને ભારત આ રીતે સતત તમામ ક્ષેત્રે ઉત્તરો-ઉત્તર પ્રગતિ કરે તેવી દુઆઓ આપે છે.
શાળાના વિધાર્થીઓ આ મહત્વની ઘટનાને સમજે અને ગૌરવ અનુભવે તેમજ ભવિષ્યમાં વૈજ્ઞાનિક બની દેશ માટે સેવા આપે તે હેતુસર શાળાના આચાર્ય દ્વારા તેના મહત્વને સમજાવ્યું હતું તેમજ સિદ્ધિ મેળવી તેની ખુશીમાં શાળા દ્વારા વિદ્યાર્થીઓને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.









