

હર ઘર તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત આજરોજ સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત આજરોજ તાલુકા મથક શિનોર ખાતે શિનોર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે તિરંગા યાત્રા દેશ ભક્તિના ગીતો સાથે શિનોર બસ સ્ટેન્ડ ખાતેથી નીકળી શિનોર નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી.દેશ ભક્તિના ગીતો સાથે શિનોર નગરમાં નીકળેલ તિરંગા યાત્રાને લઈને શિનોર નગર દેશ ભક્તિના રંગમાં રંગાયું હતું.આ તિરંગા યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ સતિષ પટેલ,શિનોર તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રવદન પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ સચિન પટેલ સહિત ભાજપના હોદ્દેદારો,કાર્યકરો અને શાળાના બાળકો મોટી સંખ્યામાં જોડાયાં હતાં.
ફૈઝ ખત્રી.. શિનોર
[wptube id="1252022"]









