BANASKANTHADEESA

ભીલડી ખાતે બાણમાતા સેવા કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો

૧૬ વર્ષ થી આ કેમ્પ માં નાહવા જમવાની અને મેડિકલ સેવા આપવામાં આવી રહી છે

ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોનો જ્યારે પદયાત્રીઓ નો વધારો થઈ રહ્યો છે ત્યારે ભાદરવી પૂનમના મહામેળા ના ગણતરીના દિવસો બાકી છે ત્યારે માય ભક્તો રસ્તાઓ પર પદયાત્રા અંબાજી તરફ ચાલી નીકળ્યા છે ત્યારે ભીલડી શ્રી બાણમાતા સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કેમ્પ માં 16 વર્ષથી બાણમાતા યુવક મંડળ સભ્યો દ્વારા સેવા આપવમાં આવી રહી છે ત્યારે સૌ પ્રથમ ભીલડી બજાર માંથી માતાજી ના રથ સાથે ડી.જે તાલે સેવકો ઝૂમી ઉઠ્યા હતા તેમજ બજારમાંથી રથ ફેરવી વાગતા ડીજે સાથે કેમ્પ સ્થળ પર ડીજે તેમજ માતાજીના રથ લઈ જવામાં આવ્યો હતો તેમાં લોકો ગરબા અને ડીજે ના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને ત્યાં જઈ સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી હસમુખ ભાઈ પંડિત દ્વારા પૂજા વિધિ કરી ભવ્ય આરતી કરવામાં આવી હતી સૌ લોકો એ આરતી દર્શન કર્યા હતા અને કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કેમ્પમાં છેલ્લા 16 વર્ષથી બાણમાતા યુવક મંડળ ના સેવકો સેવા આપી રહ્યા છે આ કેમ્પ માં નાહવાની ધોવાની ચા નાસ્તો બે ટાઈમ જમવાનું તેમજ મેડિકલ સેવા અને આરામ કરવાની જેવી પણ સેવા પૂરી પાડવામાં આવી રહી છે તેમજ જમવામાં લાડુ પુરી શાક દાળ ભાત છાછ અને આરામ ની વ્યવસ્થા કરવામાં આવે છે અને પદયાત્રીઓની ભવ્ય સેવા કરવામાં આવી રહી છે તેમાં આયોજકમાં બાબુભાઈ જોષી.જામાભાઈ ભાટી.જશુભાઈ પટેલ. અરવિંદભાઈ પટેલ.મહેશભાઈ સોની.રાજુભાઈ સોની.અતુલભાઇ ઠક્કર તેમજ અન્ય સેવકો દ્વારા આ કેમ્પમાં ફુલ ટાઈમ સેવા આપવામાં આવી રહી છે તેમાં ભીલડી પીએસઆઈ એ.કે દેસાઈ અને પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ સાલ લોટરી ક્લબ દ્વારા પણ મેડિકલ લગતી સેવાઓ આપવાની શરૂઆત કરવામાં આવી હતી તેમાં પણ લોટરી કલબ સભ્યો ઉપસ્થિત રહ્યા.

ભરત ઠાકોર ભીલડી

[wptube id="1252022"]
Back to top button