LUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લાનું ગૌરવ દિવ્યાંગ રમતવીર રાધા મછાર જર્મની બર્લિન ખાતે સ્પેશિયલ ઓલિમ્પિકસમાં ભાગ લેશે

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જિલ્લાનું ગૌરવ

દિવ્યાંગ રમતવીર રાધા મછાર જર્મની બર્લિન ખાતે સ્પેશિયલ ઓલિમ્પિકસમાં ભાગ લેશે

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નરોડા (તળાવના મુવાડા ) ગામની રાધાબેન રામાભાઈ મછાર નામની દિવ્યાંગ રમતવીર આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફુટબોલ રમતમાં જર્મની બર્લિન ખાતે ૧૭ જૂન થી ૨૫ જૂન દરમિયાન યોજાનાર સ્પેશિયલ ઓલિમ્પિકસમાં પસંદગી પામી છે.

તેની આ સિદ્ધિ બદલ મહીસાગર જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા, અધિક કલેકટર સી વી લટા દ્વારા જિલ્લા વહીવટી તંત્ર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આ પ્રસંગે રાધાબેનના સ્પેશિયલ એજ્યુકેટર રમેશભાઈ સોલંકી, પિતા રામાભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button