
તા.૨૮.૦૩.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ માં પેથોલોજી બ્લડ ટેસ્ટ કેમ્પ ભગિની સમાજ દાહોદ ખાતે યોજવામાં આવ્યું હતું
પેથોલોજી બ્લડ ટેસ્ટ કેમ્પ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજ્ય શાખા અમદાવાદ અને જિલ્લા શાખા દાહોદ તેમજ શેઠ ઇન્દુભાઇ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 28 /3 /2023 ને સવારના 8 થી 10 દરમિયાન પેથોલોજી બ્લડ ટેસ્ટ કેમ્પ ભગિની સમાજ દાહોદ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં બ્લડને લગતા, ડાયાબિટીસ ,બી-12, હાડકા, થાઇરોઈડ અને પ્રોસટેટ ને લગતા ટેસ્ટ ખૂબ જ નજીવા દરે કેમ્પમાં લાભાર્થીઓના સેમ્પલ લેવામાં આવ્યા જેનુ ટેસ્ટીંગ અતી આધુનિક સાધનો, નિષ્ણાત તબીબો અને ટેકનિકલ સ્ટાફ ધરાવતી રાજ્ય શાખા ના પેથોલોજી લેબોરેટરીમાં કરાવવામાં આવશે જેના રિપોર્ટ બે દિવસ પછી ભગીની સમાજમાંથી મેળવી લેવાના રહેશે આ કેમ્પમાં ભગિની સમાજ ના અગ્રણી હેમાબેન શેઠ ,શીલાબેન શેઠ, રચનાબેન તેમજ ભગીની સમાજનો સ્ટાફ તેમજ સોસાયટી રાજ્ય શાખામાંથી નિલેશભાઈ ભારતીય પ્રોગ્રામ મેનેજર અને ટીમ ,જિલ્લા શાખા દાહોદ માંથી પૂર્વ ચેરમેન કે એલ રામચંદાની ,ખજાનચી કમલેશ લીમ્બાચીયા, મંત્રી જવાહરભાઈ શાહ ,સહમંત્રી શાબિર શેખ, બ્લડ કેમ્પ ઓર્ગેનાઇઝર એન કે પરમાર તેમજ રેડક્રોસ ના સ્ટાફ મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં 150 ઉપરાંત લાભાર્થીઓ લાભ લીધો હતો








