BANASKANTHAPALANPUR
ગુજરાત વિધુત કામદાર સંઘ ના વિવિધ પ્રશ્નો નો લાંબા સમય થી નિરાકરણ ન આવતા વર્કિંગ કમિટી ની બેઠક અંબાજી ખાતે યોજવામાં આવી

9 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા- ગુજરાત વિધુત કામદાર સંઘ ના વિવિધ પ્રશ્નો નો લાંબા સમય થી નિરાકરણ ન આવતા અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘ ની વર્કિંગ કમિટી ની એક બેઠક આજે યાત્રાધામ અંબાજી ખાતે પૂર્વ મંત્રી અને સંઘ ના કાર્યકારી અધ્યક્ષ વાસણભાઇ આહીર ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી આજની આ આ બેઠક માં રાજ્યભર ના કામદારસંઘ જિલ્લા સહીત 4 ઝોન ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ખાસ કરીને નિવૃત થયેલા કર્મચારીઓ નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું એટલુંજ નહીં આજની યોજાયેલી બેઠક માં વાસણભાઇ આહીરે અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘ ના કર્મચારીઓ ના વખાણ કરતા જણાવ્યું હતું કે આ સંઘ માં 34હજાર જેટલા કર્મચારીઓ જોડાયેલા છે ને જ્યાં 8 કલાક વીજળી આપવી શક્ય નથી તેવા ગુજરાત રાજ્ય માં આ કર્મચારીઓ થકી 24 કલાક વીજળી મળતી થઇ છે તે મોદી સરકાર સહીત વીજ કર્મચારીઓ નો આભાર માન્યો હતો જોકે આ સંગઠન માં જોડાયેલા કર્મચારીઓ નો કેટલાક પ્રશ્નો નો ન્યાયિક ઉકેલ આવે તેવી માંગ સંઘ ના સિનિયર સેક્રેટરી જનરલ બલદેવ પટેલ એ કરી હતી તેમને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જે સાતમા વેતનપંચ નું મોંઘવારી ભથ્થું મળવા પાત્ર છે તે હજી સુધી પ્રાપ્ત થયું નથી જયારે સહાયક ની સમયમર્યાદા સિનિયોરીટી સાથે હાયરગ્રેડ ના સમયગાળા માં સમાવેશ કરવા માંગ કરાઈ છે જયારે ટેક્નિકલ સ્ટાફ નો નોકરી ના કલાકો નક્કી કરેલ હોવા છતાં વધુ સમય કામગીરી લેવાતા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે ને ભવિષ્ય માં આ કંપની નું કોઈપણ જાત નું ખાનગીકરણ કરવામાં આવશે તો તેનો અમે અંત સુધી લડાઈ આપી ખાનગીકરણ રોકવાના પ્રયાસ કરીશુ જેટલું કંપની માં નવીન સ્ટાર્ટઅપ માં કાર્યબોજ બે ગણો થતા મંજુ થયેલી કાર્યકર ની જગ્યાઓ ઘટાડી ને જે ત્રીજા અને ચોથા વર્ગ ના કેડર નું શોષણ થાય છે તે અટકાવ માંગ કરી છે આજની આ વર્કિંગ કમિટી દ્વારા વીજ કંપનીઓ ના સમૂહ ને લગતા પ્રશ્નો ની ચર્ચા અને ન્યાયિક ઉકેલ માટે સંઘ ના સિનિયર સેક્રેટરી બલદેવ પટેલ ,સિનિયર કાર્યકારી પ્રમુખ વાસણભાઇ અહિર ,કાર્યકારી પ્રમુખ મનુભાઈ,કેતનભાઈ,ઇમાનદારભાઈ ને ન્યાયિક સફળતા પૂર્વક અમલીકરણ કરવા સત્તાઓ આપવાની સાથે ઉર્જામંત્રી સાથે બેઠક નું આયોજન કરવા સહમતી સધાઈ હતી.આ અંગે મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.


[wptube id="1252022"]







