કમલ વિદ્યામંદિર ભૂતેડી ખાતે વડીલ મ.શિ.નો ૫૯ વર્ષમાં પ્રવેશ નો શાળા પરિવાર અને બાળકો દ્વારા જન્મદિન ભવ્ય ઉજવણી કરવામાં આવેલ


20 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાની ભૂતેડી હાઈસ્કૂલ ખાતે શાળા પરિવાર અને શાળા નાં બાળકો દ્વારા 18 જુલાઈ ના 58 વર્ષ પૂણૅ થતાં 59 માં વર્ષ માં પ્રવેશ કરી રહેલા મ.શિ. શ્રી સુભાષભાઈ વ્યાસ નાજ્ન્મદિવસ ને ધો-૧૨ ના બાળકો દ્વારા કેક કાપીને અને ફૂલોથી સ્વાગત કર્યું અને ત્યારબાદ પ્રતિમા ભેટ સ્વરૂપે આપ્યા બાદ શાળા ના આચાર્ય શ્રી એમ.એમ.પટેલ તથા સમગ્ર સ્ટાફ મિત્રોએ બાળકો સહિત જન્મદિન મુબારક ગીત ગાયું અને કેક કાપી એકબીજાને હષૅ થી ખવડાવી ને જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી.બાળકોને ચોકલેટ વહેંચીને તથા બપોરે રિશેષ દરમિયાન શ્રી એસ.ડી.વ્યાસ તરફ થી શાળા ના 9 થી 12 ના તમામ બાળકોને સમોસા નાસ્તા સ્વરૂપે આપવામાં આવેલ હતા.જુલાઈ માસ બાદ 31ઓક્ટોબર નિવૃત્તિ સુધી સત્ર નો લાભ મળવાપાત્ર હોવાથી તેમણે શાળા ના આચાર્ય શ્રી માવજીભાઈ પટેલ ના હસ્તે સંસ્થા ને શૈક્ષણિક હેતુ ના માટે એડવાન્સ ભેંટ સ્વરૂપે રૂપિયા 21000/- નું દાન સંસ્થા ટ્રસ્ટી મંડળ ના મંત્રી શ્રી મહેશભાઈ પ્રજાપતિ ને સુપરત કરવામાં આવેલ હતું.તેમણે ‘શતં જીવો શરદ’ શબ્દો થકી જન્મદિન ની શુભકામનાઓ પાઠવી હતી.







