GUJARATHALOLPANCHMAHAL

જાંબુઘોડા ગાંધી ભવન હોલ ખાતે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૯.૯.૨૦૨૩

પંચમહાલ જિલ્લાના પોલીસ વડા હિમાંશુ સોલંકી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમને લઈ આજ રોજ જાંબુઘોડા ના મહાત્મા ગાંધી ભવન હોલ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં જાંબુઘોડા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ. પી.આર. ચુડાસમા સહિત પોલીસ સ્ટાફનાં માણસો હાજર રહ્યા હતા તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી મયંક કુમાર દેસાઈ, તાલુકા પંચાયત નવનિયુક્ત પ્રમુખ લાલસીંગભાઇ બારીયા , તાલુકા મહામંત્રી ભાવસિંગભાઈ બારીયા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય વિક્રમભાઈ બારીયા, સહિત ના આગેવાનો આ કાર્યક્રમ માં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ માં ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી માં પોલીસ દ્વારા પ્રજાજનોના પ્રશ્નોને સાંભળવા માં આવ્યા હતા જેમા પોલીસની ત્રણ વાતમાં જણાવ્યું હતું કે જાંબુઘોડા ગામમાં વર્ષોથી દર બુધવારે હાટ બજાર ભરાતો હોય છે જેમાં તાલુકાની દરેક વર્ગની પ્રજા મોટી સંખ્યામાં આવતી હોય છે.જેને ધ્યાને રાખી કોઈ અન બનાવ ન બને તે માટે પોલિસ પેટ્રોલિંગ રાખવું જરૂરી છે અને તેને ધ્યાને રાખી પોલીસ પેટ્રોલિંગ રાખવામાં આવશે જ્યારે બીજી વાતમાં જણાવ્યું હતુ કે જાંબુઘોડા વિસ્તારને અભ્યારણ તરીકે જાહેર કરવા આવ્યો છે.અને આ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમજ રજાના દિવસોમાં આ વિસ્તારમાં આવેલ ઝંડ હનુમાન સહિતના વિસ્તારોમાં શહેરીજનો ખૂબ મોટી સંખ્યામાં ફરવા માટે આવતા હોય છે જેના કારણે ત્રણ રસ્તા અને પેટ્રોલ પંપ ખાતે બંદોબસ્ત રાખવો જરૂરી છે જે બંદોબસ્ત પણ રાખવામાં આવશે અને રાત્રિના સમયે જાંબુઘોડા ટાઉન વિસ્તારમાં જી.આર.ડી. પોઇન્ટ રાખી પેટ્રોલિંગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.જ્યારે પ્રજાની ત્રણ વાતમાં અનેક રજૂઆતો સાંભળવામાં આવી હતી જેમાં તાલુકા મહામંત્રી ભાવસિંગભાઈ બારીયા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ધાર્મિક કાર્યક્રમમાં મોટા અવાજ વગાડવામાં આવતા ડી.જે.જેવા વાજિંત્રો નો અવાજ ધીમો રખાવો કારણ કે ડી.જે. નો અવાજ અને બાસ એટલો ગંભીર હોય છે જેનાથી હૃદય રોગથી પીડાતા લોકો માટે જોખમ સમાન ગણાય છે અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આના મોટા અવાજના પગલે અભ્યાસમાં પણ ખલેલ થતી હોય છે જેના કારણે વિસ્તારમાં મોટા અવાજે વાગતા ડી.જે. જેવા વાજિંત્ર નો અવાજ ઓછો રાખવામાં આવે તેમ જણાવ્યું હતું.જ્યારે જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા જાંબુઘોડા બજારમાં તાલુકા પંચાયત કચેરીથી લઈ પાણીની ટાંકી સુધી જે પણ વેપારીઓ દ્વારા પોતાના લારી ગલ્લા જાહેર રોડ ઉપર લાવી ટ્રાફિક જામ કરવામાં આવી રહ્યો છે તે દબાણને પણ સ્વેચ્છાએ દૂર કરી લેવા જેથી કરીને કાયમી જે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે જેમ કે બે વાહન સામસામે આવી જતા હોય છે તે પ્રશ્ન પણ હલ થાય અને ગામમાં આવતી એસ.ટી. બસોને પણ આ દબાણોના કારણે બસ પલટાવવા માં પણ ઘણી મુશ્કેલીઓ થતી હોય છે જેથી કરીને રોડને અડીને આવેલ લારી ગલ્લાવાળાઓ દ્વારા આ દબાણ અને સ્વેચ્છાએ હટાવી લેવાની હાકલ કરવામાં આવી હતી.જ્યારે બોડેલી હાલોલ રાજ્ય ધોરી માર્ગને નવો બનાવી દેવામાં આવ્યો છે પણ આ રોડ બન્યા પછીપણ રોડ ઉપર જે સફેદ પટ્ટા મારવામાં આવે છે જે પટ્ટા હજી સુધી મારવામાં આવ્યા નથી જેના કારણે આ માર્ગ ઉપરથી રાત્રિના સમયે અવર-જવર કરતા વાહન ચાલકોને અકસ્માતનો ભય હંમેશા સતાવતો રહે છે જેથી કરીને હાઇવે ઓથોરિટી દ્વારા આ બોડેલી હાલોલ ધોરીમાર્ગ ઉપર સફેદ પટ્ટા તેમ જ રેડિયમ લાઈટો મારવામાં આવે તો રાત્રિના સમયે અવર-જવર કરતા વાહન ચાલકોને વાહન ચલાવતી વખતે કોઈપણ પ્રકારનો અકસ્માત નો ડર ના રહે જેથી કરીને હાઇવે ઓથોરિટી દ્વારા આ તરફ તાત્કાલિક ધ્યાન દોરી રોડ ઉપર સફેદ પટ્ટા અને રેડિયમ ફ્લાઇટ મારવામાં આવે તેવુ પ્રજા ઇચ્છિ રહી છે.જ્યારે કાર્યક્રમના અંતે જાંબુઘોડા પીએસઆઇ દ્વારા હાલ હિંદુ મુસ્લિમોના ધાર્મિક તહેવારો ઉજવાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં મુસ્લિમોનો ઈદે મિલાદનો પણ તહેવાર આવી રહ્યો છે અને તે જ દિવસોમાં ગણપતિ વિસર્જન પણ આવતું હોવાથી જાંબુઘોડા પી.એસ.આઇ.ચુડાસમા દ્વારા હિન્દુ મુસ્લિમોનો તહેવાર શાંતિ થી અને ભાઈચાર સાથે ઉજવાય અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિથી બંને તહેવારો ઉજવાય તેમ જણાવ્યું હતું અને આ કાર્યક્રમમાં જાંબુઘોડા તાલુકાની પંચાયતો ના સરપંચો તેમજ જાંબુઘોડા ગામના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.

[wptube id="1252022"]
Back to top button