DAHOD CITY / TALUKOGUJARAT

સંજેલી ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં સરદાર પટેલ સાહેબ ની પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે

તા.૧૫.૧૨.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં સરદાર પટેલ સાહેબ ની પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી કાર્યરત છે. જેમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણાના માર્ગદર્શન થી તાલીમ વર્ગ ખાતે સરદાર પટેલ સાહેબની પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ આપી હતી. તેમને જણાવ્યું હતું કે સરદારભાઈ પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. આપણા લોક લાડીલા અને આઝાદીના ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલ્લભભાઈ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભૂલી શકીએ તેમ નથી.કેમકે તેમને જે અમૂલ્ય યોગદાન આપેલ છે આપણા દેશ માટે તેને આપણે કેવી રીતે ભૂલી શકીએ! લોખંડી પુરુષ સરદાર પટેલનો જન્મ નડિયાદ ખાતે સામાન્ય ખેડૂતના ઘરમાં થયો હતો. ગાંધીજીથી પ્રભાવિત થઈ આઝાદીની ચળવળમાં જોડાઇ ગયા હતા.1942 માં ગાંધીજીએ ભારત છોડો આંદોલન કર્યું તેમાં બ્રિટિશ સરકારની વિરુદ્ધ વલ્લભભાઈ તેમની સાથે હતા. તેઓ જ્યારે જેલમાં હતા ત્યારે તેમના માતાપિતાનું મુત્યુ થયું ત્યારે સહેજ પણ નહોતા ડગ્યા. તેઓનું આજ દિવસે એટલે 15 ડિસેમ્બર 1950 માં તેમનો દેહવિલય બોમ્બેમાં થયો. તે સમયે જાણે કે ગુજરાતના મહાન યોદ્ધા ગુમાવ્યાનો આઘાત લાગ્યો હતો. ગુજરાતમાં આવા મહાન પુરુષો પહેલા પણ હતા અને આજે પણ છે અને તથા આવશે પણ બીજા સરદાર વલ્લભભાઈ પટેલ ક્યારે મળશે તે ખબર નથી. આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર તાલીમ કેન્દ્રો ખાતે સરદાર સાહેબની પુણ્યતિથિ નિમિતે શ્રધ્ધાંજલિ આપી હતી

[wptube id="1252022"]
Back to top button