માનવ હજુ કોરોના અને ફ્લુ જેવા વાઇરસ થી બહાર નથી નીકળ્યો ત્યાં મારબર્ગ વાઈરસ નો હુમલો શરૂ

કોરોના, ફ્લુ વગેરેમાંથી ઊંચા નથી આવ્યા ત્યાં મારબર્ગ વાઈરસનો ફેલાવો શરુ થઈ ગયો છે. આફ્રિકા ખંડના ટાન્ઝાનિયા, ગીની વગેરે દેશોમાં આ વાઈરસના કેસ જોવા મળ્યા છે. ઈબોલા જેવો જ અને એજ ફેમીલીનો આ વાઈરસ ઘણો ઘાતક છે. કેમ કે તેમાં મૃત્યુદર 88 ટકા જેટલો ઊંચો નોંધાયો છે જે ઘણો જ ઉંચો દર છે.
ટાન્ઝાનિયાએ જાહેર કર્યું છે કે છેલ્લા થોડા દિવસોમાં આ વાઈરસથી ત્યાં પાંચ મોત નોંધાયા છે. સામાન્ય રીતે આ વાઈરસ મનુષ્યમાં ચામાચીડિયામાંથી આવે છે. મનુષ્યમાં પ્રવેશ્યા પછી બીજા માણસોમાં ફેલાતો જાય છે. વાઈરસ કપડાં, ઓછાડ વગેરે પણ દિવસો સુધી ટકી શકે છે.
વાઈરસનો ચેપ લાગે તેને 2થી લઈને 21 દિવસ સુધી તાવ, માથાનો દુ:ખાવો, બેચેની, ઝાડા વગેરે સમસ્યા રહે છે. લોહીમાંથી વાઈરસ દૂર ન થાય ત્યાં સુધી ચેપ હટતો નથી. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ બાબતે સાવધાની દાખવી રહ્યું છે કે આ વાઈરસ વધુ દેશોમાં ન ફેલાય.