GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકા ની જોડિયાકુવા પ્રાથમિક શાળામાં બાળકોને સ્વેટર નું વિતરણ કરાયુ

તારીખ ૦૬/૦૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની અને વેજલપુર પગાર કેન્દ્રની જોડિયાકુવા પ્રાથમિક શાળામાં બાળકોને શિયાળાની ઋતુમાં ઠંડી થી રક્ષણ મળી રહે તે હેતુસર આદરણીય પુનિતાબેન પટેલ(હાલ લંડન) દાતા તરફથી તમામ બાળકો ને રામનાથ ના આચાર્ય ભૂપેન્દ્રભાઈ પટેલ ના પ્રયત્નો થી સ્વેટર આપવામાં આવ્યા હતા.એમનો આ ઉમદા કાર્યનો શાળાના આચાર્ય રમેશ પટેલ,આ.શિ નીતાબેન પટેલ, ભારતી બેન પટેલ,અને જગદીશભાઈ ભગોરા અને એસ.એમ.સી તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
[wptube id="1252022"]