
આજરોજ જલારામ મંદિર ખાતે લોહાણા ક્રાંતિ સેના અને તાલુકા હેલ્થ ઓફીસ અને સરકારી હોસ્પિટલ કેશોદ ના સંયુક્ત ઉપક્રમે રઘુવંશી ભાઈઓ તથા બહેનો માટે ફ્રી આયુષ્યમાન કાર્ડ અને ફ્રી હેલ્થ ચેકઅપ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે ૨૦૦ જેટલા લાભાર્થીઓ એ લાભ લીધો હતો ખાસ તો લોહાણા સમાજમાં બી.પી, ડાયાબિટીસ, સ્થૂળતાનું પ્રમાણ વધુ હોઈ તેના અનુસંધાને ફ્રી માં હાઈટ, બી.પી, વજન, લોહી ની ટકાવારી બ્લડ ગ્રુપ અને સુગર ફ્રી માં ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું તેમજ ફ્રી માં હેલ્થ ચેકઅપ કાર્ડ આપવામાં આવે છે. નવું આયુષ્માન કાર્ડ કઢાવવું,અને ૫ લાખ માંથી સરકાર દ્વારા ૧૦ લાખ કરવામાં આવ્યા છે નવા કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા છે.
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ
[wptube id="1252022"]





