રાજુલા સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ અર્પણ વિધિ સમારોહ તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
યોગેશકાનાબાર રાજુલા
રાજુલા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ પારિતોષિક અર્પણ વિધિ સમારોહ તથા સ્નેહ મિલન કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવા માં આવેલ જે આમંત્રિત મહેમાનો ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ને આ કાર્યકમ ખુલો મૂકવામાં આવેલ આજના આ કાર્યકમ માં મહુવા સુરત સાવરકુંડલા સહિત ના શહેરો માં મહેમાનો એ હાજરી આપેલ આ કાર્યકમ માં વિદ્યાર્થી ને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો તેમજ મોમેન્ટ આપી ને પ્રોત્સાહિત કરવામાં આવેલ સાથે સાથે આ કાર્યકમ માં જે કોઈ દાતા ઓ હતા તેમનું પણ સ્વાગત કરવામાં આવેલ

સાથે સાથે મહેમાનો નું સ્વાગત માટે સ્વાગત ગીત પણ રજૂ કરવા માં આવેલું
આ કાર્યક્રમમાં સાવરકુંડલા થી વાટલીયા પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી પરમાનંદભાઈ વરિયા તેમજ સાવરકુંડલા અવિભાજક પ્રમુખશ્રી નારણભાઈ અને ધીરુભાઈ ઘોડાદ્રા તેમજ સુરત થી બટુકભાઈ વોરા સહિતના વિવિધ મહેમાનો પધારેલા આ કાર્યક્રમમાં 32 વિદ્યાર્થીઓને સન્માન સાથે મોમેન્ટો અર્પણ કરેલા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભુપતભાઈ પાંડવ દ્વારા કરવામાં આવેલું અને આભાર વિધિ સમજશો વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિના પ્રમુખ શ્રી પાંડવ લાલજીભાઈએ કરેલ હતું અને સાથે સમાજ ઉપયોગી સૂચનો કરેલા અંતમાં તમામ મહેમાનો અને જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કરેલો









