
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ઇસરી પોલીસ સ્ટેશનમાં બે માસ અગાઉ ખુનની કોશીષનો બનાવ તથા પ્રોહિબીશનના મળી કુલ ૫ ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

છેલ્લા કેટલાય સમયથી મેઘરજ તાલુકાનો પ્રખ્યાત બુટલેગર છેવટે પોલીસના હાથમાં આવ્યો આવ્યો હતો જે ઇસરી પોલીસ સ્ટેશનમાં બે માસ અગાઉ ખુનની કોશીષનો બનાવ તથા પ્રોહિબીશનના મળી કુલ ૫ ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ મોડાસાએ ઝડપી પાડ્યો હતો મેઘરજ તાલુકાના વૈડી ગામના અરવિંદભાઈ છગનભાઇ સામે ઇસરી પોલીસ સ્ટેશનમાં 4 ગુના પ્રોહીબેશન એક્ટ મુજબ તેમજ એક ગુનો બે માસ પહેલા ખૂન ની કોશિશ નો નોંધાયો હતો જેને લઇ આરોપી ફરાળ હતો જે અરવિંદ કટારા જૂનાગઢ જિલ્લા ના ખંભાડીયા ખાતે રહેતો હોવાની બાતમી એલ સી બી પીઆઇ ડી બી વાળા ને મળતા પોલીસ ટીમ સાથે ખંભાડીયા પહોંચી અરવિંદ કટારા ને ઝડપી લીધો હતો એલસીબી પોલીસ ટીમે અરવિંદ કટારા ને ઇસરી પોલીસ ને સુપ્રત કરી નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરી હતી









