HALOLPANCHMAHAL

પંચમહાલ:જાંબુઘોડાનાં દાંડીયાપુરા ખાતે જન જાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ,મહાનુભવો દ્વારા આદિજાતિ વિર બિરસા મુંડાને પુષ્પાંજલી અર્પણ કરાઇ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૫.૧૧.૨૦૨૩

પંચમહાલ પ્રયોજના વહીવટદારની કચેરી અને મદદનીશ કમિશ્નરની કચેરી આદિજાતી વિકાસ વિભાગ દ્વારા જિલ્લાના જાંબુઘોડા તાલુકાના દાંડીયાપુરા સ્થિત રૂપસિંહ નાયક પ્રાથમિક શાળા ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં આદિજાતિ આગેવાનો,ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે હાજર મહાનુભવો દ્વારા આદિજાતિ વિર બિરસા મુંડાને પુષ્પાંજલી અર્પણ કરીને રૂપસિંહ નાયક પ્રા.શાળા, દાંડીયાપુરાના પટાંગણમાં આવેલ શહીદ વીર રૂપસિંહ નાયકના સ્ટેચ્યુ પર ફુલોના હાર પહેરાવી પુષ્પાંજલી અર્પણ કરી હતી.આ તકે શહીદ વીર રૂપસિંહ નાયકના વારસદારો અને સંત જોરીયા પરમેશ્વરના વારસદારોનું બુકે અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે માનવ ગરિમા યોજનાના લાભાર્થીઓને કીટ વિતરણ અને નારી કેન્દ્રના લાભાર્થીને લોન સહાયના પ્રમાણપત્ર આપી લાભોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ તકે જાંબુઘોડા તાલુકા પંચાયતના પ્રમુખ લાલસિંગભાઈ બારીયા,તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ,પૂર્વ ધારાસભ્ય વેચાતભાઈ બારીયા,જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યઓ સહિત અધિકારીઓ અને વિવિધ મહાનુભાવો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button