
કેશોદ નગરપાલિકાના પ્રમુખ લાભુબેન પીપલીયા દ્વારા એજન્ડા બહાર પાડી દરેક સદસ્યો ને જાણ કરી આગામી તારીખ બીજી માર્ચે નગરપાલિકા સભાખંડમાં હિસાબી વર્ષ ૨૦૨૩-૨૦૨૪ નું બજેટ અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. તારીખ બીજી માર્ચે મળનારી સામાન્ય સભામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની વિવિધ યોજનાઓ હેઠળ કામો નક્કી કરવા માટે સતા આપવાનું ઠરાવવામાં આવશે. કેશોદ નગરપાલિકામાં કારોબારી સમિતિ દ્વારા ગત વર્ષે વેરામાં ઘટાડો કરવા દરખાસ્ત કરી હતી જે ડબલ એન્જીન વાળી સરકારમાં નામંજુર કરવામાં આવી હતી ત્યારે આ વર્ષે સમયમર્યાદામાં તૃટીઓ દુર કરી દરખાસ્ત રજૂ કરી મંજુર કરવામાં આવશે નહીં તો શહેરીજનો પર કમ્મરતોડ વેરો ભરવાનો રહેશે. કેશોદ નગરપાલિકા નાં પ્રમુખ નાં શાસનકાળ પુર્ણ થવાને પાંચેક મહિના નો સમય બાકી છે ત્યારે આ સામાન્ય સભા છેલ્લી બની રહેશે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે. ગુજરાત ધારાસભાની ચૂંટણી પુર્ણ થયા બાદ પ્રથમ અને લોકસભાની ચૂંટણી પૂર્વે મળનારી સામાન્ય સભામાં શહેરીજનો નાં સુખાકારી માટે નિર્ણયો લેવામાં આવશે કે કેમ એ ચર્ચાનો વિષય બની ગયો છે.
રિપોર્ટ :- અનિરૂધસિંહ બાબરીયા કેશોદ