

વડોદરા જિલ્લા ના માલસર અને ભરૂચ જિલ્લાના અશા ગામ વચ્ચે નર્મદા નદી પર આશરે 225 કરોડ ના ખર્ચે નિર્માણ પામેલ શ્રી માધવ સેતુ બ્રિજ નુ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બોડેલી ખાતેથી ઈ – લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત માલસર – અશા ગામ વચ્ચે નર્મદા નદી પર નિર્માણ પામેલ શ્રી માધવ સેતુ બ્રિજ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાએ ધારાસભ્ય અક્ષય પટેલની ઉપસ્થિતિમાં પ્રથમ નર્મદા મૈયાની પૂજા અર્ચના કરવામાં આવી હતી.અને ત્યારબાદ સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે રીબીન કાપી નવ નિર્મિત શ્રી માધવ સેતુ બ્રિજ ખુલ્લો મુકાયો હતો.આ પ્રસંગે શિનોર અને ઝગડીયા તાલુકાના સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.માલસર – અશા નર્મદા નદી પર નિર્માણ પામેલ બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મુકવામાં આવતાં વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.
ફૈઝ ખત્રી..શિનોર









