GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના ના વેજલપુર ગામે વેજલપુર પ્રીમિયમ લીગ મેચની ફાઇનલમાં ટાઇગર ઇલેવનની શાનદાર જીત

તારીખ ૧૧/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

વેજલપુર ખાતે આવેલ પ્લોટ વિસ્તારમાં પ્રીમિયમ લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેજલપુર ગામની ૧૨ ટીમોએ ભાગ લીધો હતો ત્યારે આજની ફાઇનલ મેચમાં એકે ઇલેવન અને ટાઇગર ઇલેવન વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો જેમાં ટાઇગર ઇલેવનને પ્રથમ બેટિંગ કરતા ૧૨૮ રન બનાવ્યા હતા ત્યારે મોટા સ્કોરનો પીછો કરવા ઉત્તરેલી એકે ઇલેવન દ્વારા ૧૦૯ રન બનાવ્યા હતા અને આમ ટાઇગર ઇલેવનની ૧૯ રને જીત થઈ હતી ત્યારે ફાઇનલની વિજેતા ટીમને વેજલપુર ગામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ સ્પોન્સર દ્વારા ૨૧ હજાર અને રનર અપ ટીમને ૧૧ હજાર સાથે બન્ને ટીમોને ટ્રોફી અર્પણ કરી હતી ત્યારે ઇનામ અને ટ્રોફીનું વિતરણ ગામના અગ્રણ્ય આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ બેસ્ટ બેટ્સમેન તરીકેની ટ્રોફી ટાઇગર ઇલેવનના ધુવાંધર બેસ્ટમેન ચિરાગ પટેલને અર્પણ કરી હતી જેમને ૮૪ રન ફટકાર્યા હતા તેમજ બેસ્ટ બોલર તરીકેની ટ્રોફી એકે ઇલેવનના મિતુલ ચૌહાણને આપી હતી તેમને ૧૨ રન આપીને ૪ વિકેટ લીધી હતી ત્યારે આજની આ ફાઈનલ મેચ જોવા માટે ગ્રાઉન્ડમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

[wptube id="1252022"]
Back to top button