KUTCHMUNDRA

મુન્દ્રાની બી.એડ. કોલેજમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી 

૨૫-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

મુન્દ્રા કચ્છ :- દેશભરમાં રાષ્ટ્રીય ચૂંટણીપંચનો સ્થાપના દિવસ 25મી જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે. જેના ભાગરૂપે મુન્દ્રાની બી. એડ. કોલેજમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન માંડવી વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મુન્દ્રાના મામલતદાર વી. એ. પટેલે મતદાતાએ કોઈપણ જાતની લોભ – લાલચમાં આવ્યા વિના દરેક ચૂંટણીમાં નિષ્પક્ષપણે મતદાન કરવું જોઈએ અને મતદાર લોકશાહીની કરોડરજ્જુ છે એમ જણાવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં બી. એડ. કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ. વી. ફફલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પ્રાસંગિક ઉદબોધન કરતા લોકશાહીના ત્રણ આધાર સ્તંભોની વિસ્તૃત જાણકારી આપીને લોકશાહીના મૂલ્યો બચાવવા ભાવિ મતદાતાઓના જાગૃતિ કાર્યક્રમ યોજવા બદલ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.કોલેજ તાલીમાર્થી દેવાંગ ઠક્કર અને સંગીતાબેન શર્માએ પોતાના વક્તવ્યમાં યજ્ઞરૂપી ચૂંટણીમાં મતદાનની આહુતી અચૂક આપવી જોઈએ એવી હિમાયત કરી હતી. જોહરાબેન અવાડિયાએ “મિલ કે હમ મતદાન કરે” કાવ્યનું પઠન કર્યું હતું. કોલેજમાં ચાલતી મતદાન જાગૃતિ કલબના અધ્યક્ષ પ્રાધ્યાપક ડો. દિનેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમનું સંચાલન માધવીબેન હર્ષ અને રાધાબેન બાંભણીયાએ કર્યું હતું જ્યારે આભારવિધિ રાજેશ્રીબા જાડેજાએ કરી હતી.

[wptube id="1252022"]
Back to top button