તા.૨૦/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી ૨૦૨૪ની જાહેરાતથી રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં આદર્શ આચાર સંહિતા અમલી બનાવવામાં આવી છે. જે અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જગ્યાઓ પરથી અનધિકૃત પ્રચારાત્મક બેનર, લખાણો, પોસ્ટર, કટ આઉટ વગેરે દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આ કામગીરી અંતર્ગત રાજકોટ જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ ૧૯,૯૦૦ થી વધુ લખાણો અને પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. સમગ્ર રાજકોટ જીલ્લામાં જાહેર જગ્યામાંથી ૧૩૫૫ દીવાલ પરના લખાણો, ૬૮૯૯ પોસ્ટરો,૫૪૩૮ બેનરો અને ૨૬૨૨ અન્ય મળીને કુલ ૧૬,૩૧૪ અને અંગત જગ્યાઓએથી ૨૩૬૭ દીવાલ પરના લખાણો, ૬૨૩ પોસ્ટરો,૨૯૯ બેનરો અને ૩૦૯ અન્ય મળીને કુલ ૩૫૯૮ કેસ અંતર્ગત પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે.
[wptube id="1252022"]








