GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર શ્રાવણમાસ ના છેલ્લા દિવસે વેરાવાસણ માં આવેલ આનંદેશ્વર મહાદેવ ખાતે પ્રસાદી વિતરણ કરાઈ ભક્તો ની જામી

વિજાપુર શ્રાવણમાસ ના છેલ્લા દિવસે વેરાવાસણ માં આવેલ આનંદેશ્વર મહાદેવ ખાતે પ્રસાદી વિતરણ કરાઈ ભક્તો ની જામી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના વેરાવાસણ ખાતે આવેલ આનંદેશ્વર મહાદેવ ના પૌરાણિક મંદિર ખાતે શ્રાવણ માસ દરમ્યાન સતત દર્શન માટે ભક્તો ની ભીડ જામી હતી જ્યારે મંદિર ના મંડળ દ્વારા વિવિધ ડેકોરેશન થી મહાદેવ શણગારવા માં આવ્યા હતા મંદિર ના મહારાજ દિલીપદાસજી રાવલ દ્વારા સતત શ્રાવણ માસ દરમ્યાન શિવ પુરાણ નુ આખ્યાન તેમજ પૂજાપાઠ કરી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા પ્રસાદી નુ વિતરણ મહેન્દ્ર ભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સંકેત પંડ્યા તેમજ ભાવેશભાઈ દ્વારા ડેકોરેશન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસ અમાસ ના રાત્રીના દર્શન માટે ઉમટેલા ભક્તો ને પ્રસાદી નું વિતરણ કરવામાં આવ્યું હતુ આ અંગે મંદિર ના ટ્રસ્ટી ભુપેન્દ્રભાઈ દેસાઈ તેમજ નવીનચંદ્ર પંડ્યા એ જણાવ્યું હતુંકે વેરાવાસ માં આવેલ આનંદેશ્વર નુ મંદિર પૌરાણિક અને ચમત્કારિક જગ્યા છે અહીં દર શ્રાવણ માસ માં વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે ગોકુળ આઠમ ના દિવસે તો ભક્તો ની ભારે ભીડ રહે છે અહીંના લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસના અમાસ ની રાત્રીએ પ્રસાદી નુ તેમજ શિવ સ્તુતિ સાથે પુર્ણાહુતી કરવામાં આવી હતી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button