
ગુજરાતમાં કચ્છની ધરા ફરી એકવાર ધ્રુજી ઉઠી છે. કચ્છના દુધઈમાં મોડી સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પરિણામે સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5ની નોંધાઈ છે. જોકે, ભૂકંપના આંચકાથી કોઇ જાનહાની કે નુકસાન થવાના અહેવાલ મળી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં 24 કલાકમાં બીજી વાર ભૂકંપનો આંચકો આવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કચ્છના દુધઈમાં મોડી સાંજે અંદાજે 8:54 વાગ્યે 4.5 ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ દુધઈથી 15 કિલોમીટર દૂર નોંધાયું છે.

[wptube id="1252022"]







