BANASKANTHAPALANPUR
શ્રીમતી સાળવી પ્રા.શાળાની વિદ્યાર્થીનીઓ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા માં રાજય કક્ષાએ ઝળકી

22 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ગુજરાત રાજય રમત-ગમત,સેવા અને સાંસ્કૃતિક વિભાગ,ગાંધીનગર દ્વારા નવસારી શહેર ખાતે રાજય કક્ષાની “બાળ પ્રતિભા શોધ” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં વિવિધ સ્પર્ધાઓમાં પાલનપુરની શ્રીમતી સાળવી (સ્વસ્તિક) પ્રા.શાળાના વિદ્યાર્થીઓ પણ સહભાગી થયાં હતાં. જેમાં વકતૃત્વ સ્પર્ધામાં ધ્વનિ યોગેન્દ્રભાઈ બારડ અને નિબંધ સ્પર્ધામાં હાર્દી વિરલકુમાર પટેલ આ બંને વિદ્યાર્થીનીઓએ સમગ્ર રાજ્ય કક્ષાએ દ્વિતીય ક્રમે વિજેતા થઇ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,પાલનપુરનું ગૌરવ વધારેલ છે.આ પ્રસંગે વિજેતા બંને વિદ્યાર્થીનીઓ અને માર્ગદર્શક ગુરુજીઓને મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ,શાળાનાં આચાર્ય મહેશભાઇ પટેલ,ઉપાચાર્ય રવિન્દ્રભાઇ મેણાતે અભિનંદન પાઠવ્યા હતાં.
[wptube id="1252022"]



