એકતા નગર કેવડીયા કોલોની
રિપોર્ટ અનીશ ખાન બલુચી
પ્રવાસીઓના ઘસારા વચ્ચે આજે જંગલ સફારીના કર્મચારીઓ પાડેલી ઓચિંતી હડતાલ.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે સવારે જંગલ સફારીના સ્થાનિક કર્મચારીઓ પોતાની માંગોને લઈને હડતાલ ઉપર બેઠા.
હાલમાં નાતાલના મીની વેકેશનના લીધે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારી જોવા માટે આવે છે પરંતુ આજે જંગલ સફારી ના કર્મચારીઓ પોતાની માંગોને લઈને હડતાલ ઉપર ઉતરી જતા પ્રશાસનમાં હડકમ મચી ગયો. એસ ઓ યુ સત્તામંડળના અધિકારીઓ અને પોલીસ પ્રશાસનથી હડતાલ ઉપર બેઠેલા કર્મચારીઓને સમજાવવાના દરેક પ્રયત્નો નિષ્ફળ જતા અંતે સ્થાનિક ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ને જાણ થતા તેઓ તાત્કાલિક સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ જંગલ સફારી દોડી આવ્યા હતા.

અને હડતાલ ઉપર બેઠેલા સ્થાનિક કર્મચારીઓના જે પ્રશ્નો હતા તે સાંભળ્યા અને ધારાસભ્યશ્રીએ સ્થાનિકોના પ્રશ્નોના નિરાકરણ માટે એસ ઓ યુ સત્તા મંડળ અને જંગલ સફારી ના અધિકારીઓને સ્થાનિકોના પ્રશ્નોના નિકાલ માટે 20 સભ્યોની એક કમિટીની રચના કરવામાં આવે એવો આદેશ કરવામાં આવ્યો. હડતાલ ઉપર બેઠેલા કર્મચારીઓની માંગોને લઈને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે આશ્વાસન આપતા હડતાલનો સુખદ અંત આવ્યો.

અને જંગલ સફારીમાં આવતા પ્રવાસીઓ રાબેતા મુજબ જંગલ સફારીનો નજારો માણી શકશે.









