ઇનરવ્હીલ કલબ પાલનપુર દ્વારા પાલનપુર માં ફ્રી કેન્સર નિદાન અને ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણ કેમ્પ યોજાયો


19 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શહેરના કિર્તીસ્તંભ રોડ ઉપર આવેલ ખુશ્બુ હોસ્પીટલ ખાતે કેમ્પ યોજાયો. વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા ઇનરવ્હીલ કલબ પાલનપુર દ્વારા કેન્સર માટેની લડતમાં સમાજમાં જાગૃતિ લાવવા તથા તકલીફ વાળા દર્દીઓને મફતમાં નિદાન થાય અને રાહત દરે સારવાર થાય તે માટે પાલનપુર કિર્તીસ્તંભ રોડ ઉપર આવેલ ખુશ્બુ હોસ્પીટલ ખાતે ફ્રી કેન્સર નિદાન અને ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણ કેમ્પ યોજાયો હતો.જે કેમ્પ માં મોં માં કે શરીરના અન્ય ભાગમાં લાંબા સમયથી ન રૂઝાતાં ચાંદાં,લાંબા સમયથી બેસી ગયેલો અવાજ,લાંબા સમયની ખાંસીના પ્રકારમાં આવતો ફેરફાર,ગળા તેમજ શરીરમાં ગાંઠ,ખોરાક કે પાણી ગળવામાં તકલીફ,મોં,જીભ,લાળગ્રંથી,સ્વરપેટી,કાન,નાક,ગળુ,થાઈરોઈડ,છાતી,સ્તન તથા પેટના કેન્સરના રોગોના તેમજ ગર્ભાશયના કેન્સરના દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં બાયોપ્સી, FNAC,પેપ્સ સ્મીયર,સોનોગ્રાફી દૂરબીન થી તપાસ તથા લેબોરેટરી તપાસ જરૂરીયાતવાળા દર્દીઓને તદ્દન ફ્રી માં કરી આપવામાં આવી હતી.તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને રાહત દરે ઓપરેશન કરાવી આપવામાં આવશે.આ કેમ્પમાં જાણીતા તબીબ ડો.દર્શન દોશી – હેડ એન્ડ નેક કેન્સર સર્જન અમદાવાદ,ડો.હસમુખ કે.શાહ – સ્ત્રી રોગ નિષ્ણાંત પાલનપુર,ડો.નિખિલ શાહ – એમ.એસ.જનરલ સર્જન પાલનપુર,ડો.રમેશ બી પટેલ – પેથોલોજીસ્ટ પાલનપુર,ડો.મુરલી દશોરે – સોનોલોજિસ્ટ પાલનપુર દવારા નિદાન કરવામાં આવ્યું હતું.આ નિદાન કેમ્પ માં હેડ એન્ડ નેક નાં 70 પેસન્ટ,ગાયનેક નાં 55 પેસન્ટ,પેટ અને છાતીના 20 પેસન્ટ આમ કુલ 145 દર્દીઓએ લાભ લીધો હતો.દર વર્ષની જેમ ગર્ભાશય નાં મુખ નાં કેન્સરને રોકવા માટે ગાર્ડાસીલ નામની રસીકરણ નો પોગ્રામ યોજેલ જેમાં 30 સ્ત્રીઓએ લાભ લીધો હતો.આ કેમ્પને સફળ બનાવવા ઇનરવ્હીલ કલબ પાલનપુર ના પ્રમુખ રમીલાબેન પટેલ,સેક્રેટરી નિલમબેન પરીખ અને પ્રોજેક્ટ ચેરમેન સુરેખાબેન શાહ સહિતની તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.







