GUJARATJETPURRAJKOT

Rajkot: અણિયાળાના શ્રી સરદાર આવાસ પ્રાથમિક શાળાના આચાર્યનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

તા.૯/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ તાલુકા કક્ષાના બે દિવસીય વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૩- ૨૪ શ્રી લાખાપર તાલુકા શાળા ખાતે સી.આર.સી. લાખાપર અને બી.આર.સી. રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયુ હતું. આ સાથે શ્રી સરદાર આવાસ પ્રાથમિક શાળા – અણિયાળાના આચાર્યશ્રી રામાનુજ જ્યંતિલાલ નરશીદાસનો “નિવૃત્તિ વિદાય સમારંભ” નો કાર્યક્રમ પણ યોજાયો હતો.

આ વિજ્ઞાન પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા અલગ અલગ પાંચ વિભાગમાં કુલ એકત્રીસ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ કૃતિ નિહાળવા માટે ૨૫ થી ૩૦ શાળાના બાળકો ઉપસ્થિત રહયા હતા. તેમને “જ્ઞાન સાથે ગમ્મ્ત” મળે તે માટે “થીમ સાયન્સ” ઉપર સેલ્ફી પોઇન્ટ તૈયાર કરાયા હતા. ગમ્મત માટે ૧૫ મિનિટની થ્રી ડી ફિલ્મ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો બાળકોએ આનંદપૂર્વક લાભ મેળવ્યો હતો.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ચેતનભાઈ કથીરિયા, ઉપપ્રમુખ પરસોત્તમભાઈ મેવાસિયા,તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ચેતનભાઈ પાણ, તા. પં. સદસ્ય નિલેશભાઈ પીપળીયા, ન્યાય સમિતિ ચેરમેન કિશનભાઇ બથવાર તથા શિક્ષણ વિભાગના અધિકારી તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એસ. પી. ડાંગરની વિશેષ ઉપસ્થિતિ રહયા હતા. આ ઉપરાંત લાખાપર ગામના સરપંચશ્રી કેતનભાઈ કાનાણી, ખોરાણા સરપંચશ્રી અનિલભાઈ વેકરીયા, શાળાના દાતાશ્રી મનસુખભાઇ કાનાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા બી.આર.સી. કો ઓર્ડીનેટર ભરતભાઈ ગઢવી, સી.આર.સી. કો ઓર્ડીનેટર મૃગેશભાઈ લાઠીયા, આચાર્યશ્રી હેતલબેન પેથાણી, સી.આર.સી. કો ઓર્ડીનેટર, સ્પેશિયલ એજ્યુકેટર, આચાર્યશ્રીઓ, શિક્ષકો તથા અન્ય મિત્રોએ જહેમત ઊઠાવી હતી.

[wptube id="1252022"]
Back to top button