BANASKANTHAPALANPUR

વિનય વિદ્યા મંદિર થરા ખાતે વાલી મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું

1 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ વિનય વિદ્યા મંદિરમાં શાળાના પ્રમુખશ્રી અણદાભાઈ આર.પટેલ ના માર્ગદર્શન હેઠળ શાળામાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોના વાલીઓ સાથે આવનારી બોર્ડની પરીક્ષા તેમજ વિદ્યાર્થીઓના ભાવિ ઘડતર અને અભ્યાસીક ગોષ્ઠિ નું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું.જે પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ઇશ્વરભાઇ બી. પટેલ,સુપરવાઈઝર નટવરલાલ શેખલિયા, ઓફીસ સુપ્રીટેન્ડ નાથાભાઈ પટેલ તેમજ શાળાના સમગ્ર પરિવાર દ્વારા સુંદર રીતે કાર્યક્રમ ની જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]
Back to top button