ડાંગ: પિંપરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
જનરલ હોસ્પિટલ, આહવા દ્વારા પિંપરી ખાતેની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે, ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.
જનરલ હોસ્પિટલના ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ડો.મનિષા પંચાલ, અને સાયકિયાટ્રીસ સોસીયલ વર્કર
આશિષભાઇ વળવી દ્વારા શાળાના વિધ્યાર્થીઓ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ સેમીનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાજનરલ હોસ્પિટલ આહવાના ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત, માનસિક રોગના કારણો અને તેના મુખ્યત્વે ત્રણ પકારના જવાબદાર છે (૧ )માનસિક કારણો, (૨) સામાજીક કારણો, અને (૩) શારિરીક કારણો વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે શાળાના શિક્ષકો દ્વારા પણ વિધાર્થિઓને પરીક્ષા દરમ્યાન સ્ટ્રેસ ન લેવા અંગે સલાહ આપવામાં આવી હતી.
વધુ જાણકારી માટે ડિસ્ટ્રિક્ટ કાઉંન્સેલીંગ સેન્ટર, ડીસ્ટ્રીક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ, જનરલ હોસ્પિટલ, આહવા, ઓ.પી.ડી. રૂમ નં ૧૯ની મુલાકાત લેવા માટે પણ જણાવાયું હતું. આ કાર્યક્રમમા ધો – ૧૨ ના કુલ-૭૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.








