GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:કલરવ શાળામાં વીર બાલ દિવસ ઉજવણીના ભાગરૂપે વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરાયું

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૭.૧૨.૨૦૨૩

હાલોલ નગરમાં આવેલ પ્રતિષ્ઠિત કલરવ શાળામાં “વીર બાલ દિવસ “ની ઉજવણીના ભાગરૂપે વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 9 થી 12 ના ગુ. મા. અને અં .મા. વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ વીર બાલ દિવસ ઉજવવાનો મુખ્ય આશય શીખ સમાજનું આપણી ભારતીય સંસ્કૃતિને જાળવવા અને ટકાવવા માટેનો તેમનો ફાળો ખૂબ જ મહત્વનો હતો. આપણા ધર્મની રક્ષા માટે તેમને ઘણા બલિદાનો આપ્યા છે.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના હાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ પંચમહાલ જિલ્લાના કારોબારી સભ્ય નીતિનભાઈ શાહ, હાલોલ ભાજપા પ્રમુખ સંજયભાઈ પટેલ, ભાજપ ના યુવા મોરચાના ઉપાધ્યક્ષ હરીશભાઈ ભરવાડ તેમજ મહિલા મોરચાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ વીર બાલદિન નિમિત્તે શાળાના આચાર્ય ડૉ.કલ્પનાબેન જોશીપુરા એ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું .જેમા શીખોના દસમા ગુરુ અને ખાલસા પંથના સ્થાપક એવા ગુરુ ગોવિંદસિંહ ના ચાર સાહેબજાદે આપેલી શહીદીની વાત કરી હતી.ત્યારબાદ ઉપસ્થિત મહેમાન નીતિનભાઈ સાહેબ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું જેમાં તેમને બધા જ ધર્મ સમાન છે પણ પોતાના ધર્મ પ્રત્યે ગૌરવ હોવું જોઈએ તેમજ સનાતન ધર્મનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ હોવી જોઈએ. ત્યારબાદ ભાગ લીધેલ બધા જ વિદ્યાર્થીઓએ વીર બાલ દિનના સંદર્ભમાં પોતાનું વક્તૃત્વ આપ્યું હતું.જેમાં સારી રીતે વાક્ છટાનો ઉપયોગ કરીને વકતૃત્વ કરનાર વિદ્યાર્થીઓને પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર આપીને પુરસ્કારથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.તેમજ ભાગ લેનાર બધા જ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો .વીર બાળદિન ઉજવણીના સંયોજક શ્રીજીત નાયર ની ઉપસ્થિતિ નોંધનીય રહી હતી.

[wptube id="1252022"]
Back to top button