

વાત્સલ્યમ્ સમાચાર-ફતેપુરા
જુનેદ પટેલ
ફતેપુરા ૧૨૯-વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાને મધ્યપ્રદેશની જોબટ-૧૯૨ વિધાનસભા શીટની જવાબદારી મળતા ધારાસભ્ય રમેશ કટારાના અધ્યક્ષસ્થાને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જોબટ વિધાનસભાના સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો સાથે મુલાકાત કરી વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી. કોરકમિટીની બેઠકમાં ઉપસ્થિત રહી વિધાનસભાના પદાધિકારીઓ સાથે વિવિધ સૂચનો કર્યા અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અને જોબટમાં નીકળેલ શિવગંગા યાત્રાનું સ્વાગત પણ કર્યું હતું….
[wptube id="1252022"]









