
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા સુબીર તાલુકાના પીપલદ હાડ ગામે યુગ નાયક સ્વામી વિવેકાનંદજી ના ૧૧ મી સપ્ટેબર દિગ્વિજય દિવસ ઉજવણી ના ભાગ રૂપે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પીપલદહાડ ખાતે *યુગ પુરૂષ સ્વામી વિવેકાનંદ જી* વીષય પર વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકાર ના રમત- ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ રાજ્ય ના યુવાનો માં રહેલ કલા, કૉવશલ્યો નો વીકાસ થાય તેમજ યુવાનો માં રહેલ સુષુપ્ત શક્તિ ઓ બહાર આવે તે માટે અનેક કાર્ય ક્રમો નું આયોજનો કરે છે.
જેના ભાગ રૂપે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ રાજ્ય ની દરેક ૯ થી ૧૨ ધોરણ સુધી ની શાળા ઓ માં સ્વામી વિવેકાનંદ યુગ પુરુષ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા થકી વિદ્યાર્થીઓ સ્વામી વિવેકાનંદ જી ની જીવન ચરીત્રવિસે જાણે તેમજ દેશ સેવામાં જોડાય તે ઉદ્દેશ સાથે વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
પીપલ દહાડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે આ સ્પર્ધામાં કુલ 25 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં એક થી ત્રણ ક્રમાંક મેળવનાર વિજેતાઓને ઇનામ વિતરણ આપવામાં આવ્યું હતું. જેમાં ગામીત એલીશા બેન પ્રથમ ક્રમાંક,ગાયકવાડ નીલમ બેન જે બીજો ક્રમાંક અને દેસાઈ રવીના બેન તેમજ પવાર સંગીતા બેન ત્રીજો ક્રમાંક મેળ્યો હતો.
આ કાર્યક્રમ માં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ડાંગ જિલ્લા ના સુબીર તાલુકા સંયોજક સંજયભાઈ પવાર,શાળા ના શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.









