
તા.૨૮.૦૫.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભથવાડા ખાતે માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી
દાહોદ : વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ ૨૮, મી મે ૨૦૨૪ ના વર્ષ દરમિયાન રાજ્ય આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ શિલ્પા યાદવ તેમજ ડૉ કલ્પેશ બારીયા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભથવાડા તાલુકા-દેવગઢ બારીયા ખાતે ડૉ હિતેશ ચારેલ અને ડૉ શૈલેન્દ્ર નાયક તેમજ તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા કિશોરીઓ માટે માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મેડિકલ ઓફિસર દ્વારા કિશોરીઓને માસિક દરમિયાન કેવી સ્વચ્છતા રાખવાની છે તેમજ ખોટી માન્યતાઓ સામે સાથે સાચી માહિતી આપી કિશોરીઓને માસિક દરમિયાન ચોખાઈ રાખવા બાબત વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા રંગોળી કરી કિશોરીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી, આર.બી.એસ.કે. ટીમ દ્વારા બે કિશોરીઓ ને આપેલા પ્રશ્નોના જવાબરૂપે કિશોરીઓ દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી. એડોલેશન હેલ્થ કાઉન્સેલર દ્વારા આર.કે.એસ.કે. પ્રોગ્રામ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એડોલેશન ક્લિનિકની સેવાઓની તમામ માહિતી આપવામાં આવી હતી. કિશોરીઓ અને પિયર એજ્યુકેટરે પી.એચ.સી.ના એડોલેશન ક્લિનિકની વિઝીટ લઇ કિશોરીઓ દ્વારા સાઇન કેમ્પેઇન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ નિમિતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, આશાબેન, એફ.એચ.ડબલ્યુ. બહેનો તેમજ પિયર એજ્યુકેટર ઉપસ્થિત રહ્યા હતા