
સેલંબા રમખાણમાં પાયમાલ બનેલ પીડિતોને રાજપીપળાની સમાજ સેવી સંસ્થા દ્વારા ખાધ સામગ્રીની કીટ વિતરણ કરાઇ
રાજપીપળા: જુનેદ ખત્રી

નર્મદાના છેવાડાના સેલંબા ગામે કોમી છમકલામાં પાયમાલ થયેલા પીડીતોની વ્હારે આવી રાજપીપળાની વેલફેઅર સંસ્થા દ્વારા ખાદ્યસામગ્રી અને વિવિધ ચિજ વસ્તુઓનું વિતરણ કરાયું નર્મદા જિલ્લાના સેલંબા ગામે શોભા યાત્રામાં પથ્થરમારા દરમિયાન થયેલાં કોમી છમકલા બાદ કેટલાક ઉપદ્રવીઓએ દુકાનોમાં લૂંટ મચાવી આગજની કરી હતી સ્થાનિક લોકો પોતાના વેપાર ધંધા રોજગારથી આર્થીક રીતે પાયમાલ બન્યા છે અને કેટલા પરિવારો બે ટંગ ભોજનથી પણ વંચિત છે પીડીતોના વિવિધ વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં અને કેટલાક સમાચારોના માધ્યમથી પણ ત્યાંની પરિસ્થિતિને ઉજાગર કરવામાં આવતા નર્મદા જિલ્લા વડાં મથક રાજપીપળા ખાતે આવેલ વેલફેઅર સંસ્થા દ્વારા તાત્કાલિક અસરથી સેલંબા ગામે પહોંચીને પીડીતોને તાત્કાલિક અસરથી શાકભાજી સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પુરી પાડવામાં આવી અને સાથોસાથ શાંતિ અમન અને ભાઈચારો જાળવી રાખવા અપીલ કરાઇ









