
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સરકારશ્રી દ્વારા (૧) શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારી, સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ (૨) દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નૌકારીદાતાઓ, અને (૩) દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પારીતોષિક આપવાની યોજના અમલમા છે.
જે અન્વયે દિવ્યાંગ પારીતોષિક મેળવવા ઈચ્છુક દિવ્યાગ કર્મચારીઓ/અધિકારીઓ, દિવ્યાગ કર્મચારીઓને નોકરીમા રાખનાર અધિકારીઓ/નોકારીદાતાઓ, પ્લેસમેન્ટ ઓફિસરશ્રીઓ અથવા સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓએ નિયત નમુનામા ફોર્મ ભરીને જરૂરી આધારો સાથે બે નકલમા મોડામા મોડુ તા : ૩૦/૧૨/૨૦૨૩ સુધીમા રોજગાર વિનિમય કચેરી આહવા-ડાંગને રૂબરૂ કે ટપાલથી પહોંચતા કરવા અનુરોધ કરવામા આવ્યો છે.
આ માટે જરૂરી વેબસાઈટ www.employment.gujarat.gov.in પરથી ફોર્મ મેળવી શકાશે, અથવા રોજગાર વિનિમય કચેરી ખાતેથી તા- : ૨૫/૧૨/૨૦૨૩ સુધીમા કામકાજના દિવસો દરમિયાન વિનામુલ્યે પણ ફોર્મ મળી શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારી શ્રી વિનોદભાઇ ભોયે દ્વારા એક અખબારી યાદીમા જણાવાયુ છે.









