
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ શિનોર શ્રી જે.સી.પટેલ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે તાલુકા પંચાયત શિનોર ના તાલુકા વિકાસ અધિકારી P.K.ભગોળા દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ સચિન પટેલની ઉપસ્થિતીમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ આયોજિત કરાયો હતો.જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. અને ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતાં. જે બાદ શહીદવીરો અને દેશ સેવા સાથે જોડાયેલા વીર જવાનો અને પરિવારજનોને સન્માનિત કરાયાં હતાં.અને ત્યારબાદ શીલાફલકમનું નિર્માણ,પંચપ્રાણ પ્રતિજ્ઞા,સેલ્ફી,વસુંધા વંદન,વીરો ને વંદન સહિતના કાર્યક્રમ યોજાયાં હતાં.કાર્યક્રમ ના અંતે ધ્વજ વંદન કરી સમૂહમાં રાષ્ટ્રગાન કરી કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરીને કાર્યક્રમ નું સમાપન કરવામાં આવ્યું હતું.
ફૈઝ ખત્રી…શિનોર